માનવજયોત સંસ્થા ભુજને બે યુવાનો મળ્યા હતા. માનસિક દિવ્યાંગ યુવાનોની સારવાર કરાવી, તેમનું ઘર શોધી આપવામાં સંસ્થાને સફળતા મળી હતી.
અનીલ ઉંમર વર્ષ-૩૨ રહેવાસી ચંદ્રપુર મહારાષ્ટ્ર રખડતો-ભટકતો શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર-કચ્છ મધ્યે પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થા એ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી તેની સારવાર શરૂ કરાવી હતી. તે સ્વસ્થ બનતાં માનવજ્યોતની ટીમે તેના પરિવાર સુધી પહોંચાડેલ. બે વર્ષ પછી પરિવાર સાથે મિલન થયું તેને ત્રણ ભાઇ તથા “મા,, છે. બાપ નથી.
રામસિંઘ ઉંમર વર્ષ -૩૪ રહેવાસી વિદીશા મધ્યપ્રદેશ રખડતો-ભટકતો ભુજ સુધી પહોંચ્યો હતો. તેનાં લગ્ન થયેલા છે. ત્રણ વર્ષની દીકરી પણ છે. તેને પણ માનવજ્યોત સંસ્થાએ તેનાં ઘર સુધી પહોંચાડ્યો છે.
બંને પરિવારો ગરીબ છે. ટીકીટ-ભાડા માટે પણ પૈસા નહતા. પરિવારની વ્યક્તિની ખૂબ જ જરૂર હતી. જેથી માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તથા રાજુભાઇ જોગી ચંદ્રપુર તથા વિદિશા પહોંચી જઇ પરિવારજનોને બંને યુવાનો હાથો હાય સુપ્રત કર્યા હતા. તેમને આવકારવા આખું ગામ ભેગું થઇ ગયું હતું. આખરે બંને યુવાનો બે-બે વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યા છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લાલન, વાલજી કોલી, દિલીપ લોડાયા સહયોગી બન્યા હતા.

