માનવજ્યોત દ્વારા શ્રાદ્ધની ઉજવણીનો આરંભ કરાયો

શાસ્ત્રોમાં શ્રાદ્ધનું પણ અતિ મહત્વ રહેલું છે. પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ નાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ.

પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે આશ્રમ સ્થળે શ્રદ્ધાળુ ભક્તોની ઉપસ્થિતિમાં શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવેલ. નારાયણસરોવરનાં પ્રખ્યાત મારાજ તથા શેડાતા મહાદેવ મંદિરનાં પુજારી શ્રી દિપક મારાજે મંત્રોચ્ચાર સાથે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. પિતૃઓનાં આત્માની શાંતિ અર્થે એમનાં મોક્ષાર્થે વિધિવિધાન કરવામાં આવેલ.

સ્વ. વસંતબેન રસિકલાલ વકીલ-ભુજ, અરવિંદભાઇ ચૌહાણ-કુકમા, જેઠી મહિલા મંડળ-ભુજ, વિરતીબેન વામનરાય જાની-મલાડ-મુંબઇ દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન જમાડવામાં આવેલ.

ટ્વીનકલબેન નિખિલ કતીરા-મુલુંડ-મુંબઇ દ્વારા એકલા-અટુલા-નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન આપવામાં આવેલ.

પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મીનાબેન ભદ્રા, જયેશ લાલન તથા દાતાશ્રી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.