સંસ્થાને 90 હજારનું રાશન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન ચલાવતી ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ માનસિક દિવ્યાંગો, અને વૃદ્ધોની ટીફીન સેવા માટે દાતાશ્રી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ ટપરીયા કેરા હાલે લંડન નાં સહકારથી એક મહિનાનું રાશન અર્પણ કરાયું હતું. દાતા શ્રી પરિવારે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.