બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને સ્ટીલનાં થાળી-વાટકા-ગ્લાસ-ચમચીનાં ૨૫ સેટ અર્પણ કરાયા હતા. બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવાયું હતું.
આ પ્રસંગે ક્ષેત્રિય પ્રબંધક શ્રી બી.એલ. મીના, એચ.આર.એમ. ચીફ મેનેજર શ્રી જલરામ સોલંકી, ડીસ્ટ્રીકટ મેનેજર શ્રી દાસ, ભુજ મેઇન બ્રાન્ચ કેશીયર નિલેશ મહેતા સહિત સ્ટાફનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત સંસ્થા વતી શ્રી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરૂવાએ આભાર માન્યો હતો.

