માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

સામાજિક મહિલા અગ્રણી શ્રીમતિ નર્મદાબેન ગામોટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ.

નર્મદાબેને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.