અ.નિ. ઝવેરીભાઇ મુળજીભાઇ રાયકુંડલ (ઠક્કર) નાં આત્મશ્રેયાર્થે ઠા. નર્મદાબેન મુળજી જીવણદાસ રાયકુંલ પરિવાર હસ્તે ભાવેશભાઇ ઠક્કર, કેતનભાઇ ઠક્કર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત બાળશ્રમયોગી શાળાનાં બાળશ્રમયોગીઓને નોટબુક,બોલપેન તેમજ પાણીપૂરીનું અલ્પાહાર આપવામાં આવેલ. આ પ્રસંગે નગરસેવીકા રસીલાબેન પંડયા, શર્મિલાબેન પટેલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા શાળા શિક્ષીકા બિંદીયાબેન પંડયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. ઝવેરીભાઇને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. પરિવારજનો દ્વારા માનવજ્યોતને ૧૧ હજારનું અનુદાન આપવામાં આવેલ. શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ આભાર વ્યક્ત કરેલ.

