૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ ભુકંપમાં મૃત્યુ પામનારાઓનાં આત્મશ્રેયાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શાંતિપાઠનું આયોજન કરવામાં આવેલ.
સદ્દગતોની આત્માની શાંતિ માટે સૂરજપરનાં શ્રી દીપકભાઇ મારાજે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ગીતાગ્રંથનાં ૧૫મા અધ્યાયનું શ્રવણ કરાવેલ. ઉપસ્થિત સંસ્થાના સર્વે કાર્યકર-ભાઇ-બહેનોએ બેમિનિટ મૌન પાળી સદ્દગતોને અંજલિ અર્પણ કરેલ.
શ્રી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, પંકજ કરૂવા, જયેશ લાલન, સંસ્થાના સામાજીક કાર્યકર હર્ષાબેન રત્નોતર, મહાકાળી મંડળ વર્ધમાનનગરનાં જયાબેન મુનવર, ગુણવંતીબેન મોતા, દક્ષા છેડા, રેખાબેન લોડાયા, ડીમ્પલ ધરમશી, લીલાવંતીબેન મુનવર, તથા કલ્પનાબેન લાલન, ઇલાબેન વૈષ્ણવ, આરતી હર્ષ તથા આશ્રમનાં સર્વે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ ભજન-કિર્તન-સત્સંગ સાથે મૃતઆત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

