માનવજ્યોત દ્વારા ભુજની ચારે દિશામાં જરૂરતમંદોને કપડા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરની ચારે દિશામાં ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે કપડા વિતરણ કરાયા હતા. માનવજ્યોતનું વાહન ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચ્યું હતું. ઝુંપડા-મુંગા-કાચા મકાનોમાં રહેતા ગરીબો શ્રમજીવીકો દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે તેવા ઉદ્દેશ સાથે પુષ્કળ પ્રમાણમાં કપડા વિતરણ કરાયા હતા.

ભુજવાસીઓએ જુના પુરાના સારા કપડા માનવજ્યોતને આપ્યા હતા. માનવજ્યોતે આ કપડા જરૂરતમંદો સુધી પહોંચાડ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા, દિપેશ ભાટિયા, અક્ષર મોતા, રાજુ જોગીએ સંભાળી હતી.