માધાપર ઉપસરપંચશ્રીએ જન્મદિનની કરી અનોખી ઉજવણી

માધાપર ઉપસરપંચ શ્રી અરજણભાઇ ભુડિયાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ હસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન પીરસી જન્મદિનની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેઓશ્રીનાં વરદ્ હસ્તે આશ્રમસ્થળે વૃક્ષારોપણ કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. સંસ્થાને ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ તેઓશ્રીને જન્મદિન શુભકામનાઓ પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.