શ્રી રામદેવ સેવાશ્રમે નવમનો શ્રાદ્ધ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે નવમનો શ્રાદ્ધ માનસિક દિવ્યાંગોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિવિધાન સાથે ઉજવાયો હતો. સ્વ. પૂજાબેન ધનજી ભુડીયા-માધાપર, સ્વ. ડો. જેન્તીલાલ રામજી માણેક-નારાણપર, સ્વ. નારાણદાસ નંદજી સુંદાણી-મુંબઇ, સ્વ. મુક્તાબેન બિહારીલાલ ધારાણી-ભુજ, સ્વ. સંજયભાઇ ખીમજી શાહ, સ્વ. કરશનભાઇ પીંડોરિયા દહીંસરા, સ્વ. ધનુબેન જખુભાઇ ચાવડા-લાખોંદનાં આત્મશ્રેયાર્થે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવેલ. સામબાઇ કુંવરજી હાલાઇ-માધાપર, વેલબાઇ વાલજી પિંડોરીયા-મીરઝાપર, કાનબાઇ ધનજી હીરાણી મીરઝાપર, કુંવરબાઇ શીવજી પ્રેમજી ગોંડલીયા-મીરઝાપર, કુંવરબાઇ ભીમજી પિંડોરીયા-સુખપર-રોહા, અતુલભાઇ વનેચંદ દોશી-પરિવારોના સહયોગથી રંક બાળકોને ભોજન તથા એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને તેમનાં ઘર સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવેલ. માનસિક દિવ્યાંગ મહિલાઓ પણ શાસ્ત્રોક્ત વિધિવિધાનમાં જોડાઇ હતી. પિતૃદેવોની આરતી ઉતારવામાં આવેલ. નવમનાં શ્રાદ્ધ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન શ્રી દિપક મારાજે કરાવેલ. શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. જયારે ૧૦૦ એકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારામિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન તેમનાં ઘર સુધી પહોંચાડવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, બાબુલાલ જેપાર, દિલીપ લોડાયા, મહેશ ઠક્કર, જીતેન્દ્ર જોગી, રાજેશ જોગી, મનીષ મારાજે સંભાળી હતી.