શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ભુજ મધ્યે સર્વજીવહિતાવહ મહોત્સવે શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ પરાયણ પ્રસંગે ભુજની માનવજ્યોત સંસ્થાને માનસિક દિવ્યાંગો માટે ૧ મહિનાનું રાશન પરમવંદનીય સ્વામિશ્રીઓએ તથા પરમભક્તોની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ. ૪ માનસિક દિવ્યાંગોએ ઉપસ્થિત રહી અન્નદાન સ્વીકાર્યું હતું. પરાયણ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ માનવજ્યોત સંસ્થા ભુજની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ આભાર માન્યો હતો.

