શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા શ્રદ્ધાળુઓ શ્રી રામદેવ સેવાશ્રમે પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવવામાં આવી રહ્યું છે. માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા શ્રદ્ધાળુઓ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે પહોંચી રહ્યા છે. સોળ શ્રાદ્ધના સોળે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, ભૂખ્યાને ભોજન, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટની ગોળીઓ તથા કીડીઓનાં કીડીયારા પૂરવાનાં માનવસેવા અને જીવદયાનાં કાર્યો સાથે શ્રાદ્ધ નિમિત્તે સેવાકાર્યો કરવામાં આવી રહેલ છે. જયશંકરભાઇ પંડયા, શશીકાન્ત મનજી પોપટ, સ્વ. સુબોધભાઇ કાનજી ઠક્કર, ઉપમન્ચુભાઇ ડી. પોટા. મુરજીભાઇ હીરજી રાજગોર, અમૃતલાલ ગોપાલદાસ પટેલ, જમનાબેન કાનજી ઠક્કર, વામનરાય વિશ્વનાથ જાની, વીરમતીબેન વામનરાય જાની, કાંતિલાલ નાનજી પીંડોરિયા, સામબાઇ કુંવરજી હાલાઇ, ડો. જેન્તીલાલ રામજી માણેક, કરશનભાઇ પિંડોરીયા, વેલબાઇ વાલજી પિંડોરીયા, કાનબાઇ ધનજી હીરાણી, ચત્રભોજ જીવરાજ ઠક્કર, પુષ્પાબેન પ્રેમચંદ જૈને શ્રાદ્ધના ભોજનનો લાભ લીધો હતો.