જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા જરૂરતમંદ લોકોને ભોજન કરાવાયું

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવેલ.

ભૂખ્યાને ભોજન મળે એવા હેતુ સાથે બે દિવસમાં ૭૦૦ થી વધુ ગરીબ લોકોને મગદારનો શીરો, પૂરી, ખમણ, ઉધિયાનું શાક, દાળ,ભાત,કચૂંબર, છાસ સાથેનું ભોજન કરાવવામાં આવતાં આવા જરૂરતમંદ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

વ્યવસ્થા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં પેરાલીગર વોલીન્ટરો પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા રફીક બાવાએ સંભાળી હતી.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટર પ્રબોધ મુનવર તથા સમગ્ર ટીમદ્વારા રચનાત્મક, લોકઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિઓ જીલ્લાભરમાં થઇ રહી છે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલસાહેબનું ઉપયોગી માર્ગદર્શન મળી રહ્યું છે.