અયોધ્યાનો યુવાન ભુજમાંથી મળ્યો સુખી-સંપન્ન પરિવારે ખુશી વ્યક્ત કરી

ઉત્તરપ્રદેશનાં અયોધ્યાનો ૨૪ વર્ષિય યુવાન નીરજ ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અયોધ્યાથી તે આઠ દિવસ પછી સૂરત પહોંચ્યો હતો. અને ડાયમંડનાં કારખાનામાં કામે લાગ્યો. તેની દવા ચાલુ હતી. બે દિવસ પછી તે સૂરતથી ટ્રેનમાં બેસી ગયો. અચાનક ભુજ આવી પહોંચ્યો.

ભુજ રેલ્વે સ્ટેશને છેડા ટ્રાવેલ્સનાં હીરાચંદભાઇ છેડાએ અસ્વસ્થ યુવાનને જોઇ માનવજ્યોતનાં દિપેશ શાહને જાણ કરતાં તેને માનવજ્યોત સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમે રાખવામાં આવેલ. તેનાં પાસેથી મળેલ માહિતીનાં આધારે અયોધ્યા સ્થિત તેનાં પરિવારજનોને જાણ કરતાં જ તેનો ભાઇ પ્રમોદ પાંડે તુરત જ ભુજ આવવા નીકળ્યો હતા. ભુજ આવી ભાઇ નીરજનો કબ્જો લઇ માનવજ્યોત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

તેના પરિવારજનોનાં જણાવ્યા મુજબ તે અચાનક માનસિક બિમારીમાં પટકાતાં તેણે ઘર છોડ્યું હતું. કયાં અયોધ્યા અને કયાં કચ્છ. પણ તે જલ્દી ઘરે પાછો ફરતાં પરિવારજનોની મુશ્કેલી ટળી છે. અમારો પરિવાર સુખી-સંપન્ન છે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, પંકજ કુરવાએ સહકાર આપ્યો હતો.