૭ વર્ષથી ગુમનંદ કિશોર ઘરે પાછો ફર્યો યાદશક્તિ પાછી ફરતાં તે ઘરે પહોંચ્યો

મહારાષ્ટ્રનાં કારંજાલાડ તાલુકાનાં ગિર્ઝા ગામનો નંદકિશોર ગાડગે ૭ વર્ષ પહેલાં ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેના ૩ ભાઇ, માં, પત્ની અને દીકરી તેની ઘરે પાછા ફરવાની સતત રાહ જોઇ બેઠા હતા. વર્ષોનાં વહાણા વિતી ગયા આશાઓ ઉપર પાણી ફરી વળ્યું. પણ ઇશ્વર ઉપર આશા હતી કે, તેની કૃપાથી નંદુ એક દિવસ ચોક્કસ ઘરે પાછો ફરશે…

ડીસેમ્બર-૨૦૨૦ માં માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા – કચ્છ સ્થળે લઇ જઇ મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી તેની સારવાર શરૂ કરાવવામાં આવી. તે સ્વસ્થ બનતાં જ તેની પાસેથી મળેલી માહિતિનાં આધારે તેનું ગામ અને ઘર શોધી કાઢવામાં આવ્યા. તેનાં જણાવ્યા મુજબ ૬ વર્ષ તેણે રોડ-રસ્તા ઉપર ભીખ માગી-માગીને કાઢ્યા. પણ હાથ પકડી સહારો આપનાર કોઇ ન મળ્યું.

માનવજ્યોત સંસ્થાએ તેને ભુજથી શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મધ્યે મોકલ્યો હતો. શ્રદ્ધા રીહાબિલીટેશન સંસ્થાએ તેને તેનાં ગામઅને ઘર સુધી પહોંચાડ્યો હતો. તે ઘરે પહોંચતાજ શેરીનાં લોકો તેને મળવા તેનાં ઘર સુધી પહોંચ્યા હતા. પત્ની સંગીતા અને દીકરીએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. પરિવારજનોની આંખો અશ્રુભીની થઇ ગઇ હતી. નંદિકશોર સૌને ભેટી પડ્યો હતો. આખરે ૭ વર્ષ પછી તે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. માનવતાનાં આ કાર્યમાં ભુજની માનવજ્યોતની ટીમ, શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતની ટીમે સહકાર આપ્યો હતો.