વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આંબા,ખારેક, જાંબુનું શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં બાળકોને વિતરણ કરાયું હતું. દાતાશ્રી ભીમજીભાઇ દબાસીયા, લાલજીભાઇ વરસાણી – માનકુવા, પ્રેમજીભાઇ – દહીંસરા દ્વારા આ મળેલ વસ્તુઓનું બાળકોને વિતરણ કરવામાં આવેલ. બાળકોએ ખુશી અનુભવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રાજુ જોગી, ઇરફાન લાખા, રસીક જોગી, રાજેશ જોગીએ સંભાળી હતી.

