માનવજ્યોત દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમકચ્છ વિરાંગના સ્પેશ્યલ સ્કોર્ડના ગાયત્રીબેન બારોટ, ભાવનાબેન આહિર, રમીલાબેન શાહુ, જયશ્રીબેન સાધુની ઉપસ્થિતિમાં સરકારી ગાઇડ લાઇન્સને અનુસરીને સંસ્થાનાં બહેનો યોગ ઉજવણીમાં જોડાયા હતા. બેટી સુરક્ષા દળનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આશિકાબેન ભટ્ટ, ડો. પ્રતિક્ષાબેન પવાર, હેતલબેન સિંઘે પણ યોગા કર્યા હતા. સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું.