જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ સ્થળેથી ૧૪ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૪ મળી એકી સાથે અઢાર માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતાં તેઓને શુભેચ્છા પાઠવવા એક નાનો કાર્યક્રમરામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ જજ તથા એડીશનલ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અમનનો ઓટલો સંસ્થાના શ્રી દયારામમારાજ, શ્રદ્ધા ફાઉન્ડેશનના દિનાનાથજી, વિરાંગના સ્પેશિયલ સ્કોર્ડ પશ્ચિમ કચ્છ ભુજના શીતલબેન નાઇ, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન શાહુ, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજાએ અતિથિવિશેષપદ શોભાવ્યું હતું.
સ્વાગત પ્રવચન તથા પ્રસંગ મહત્વ સમજાવતાં સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છમાં ચાલી રહેલી ૪૯ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. કોરોના કાળમાં પણ આ માનસિક દિવ્યાંગોની ખાસ કાળજી લેવામાં આવેલ. માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૦૩૪ માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડ્યા છે. ૩ વર્ષથી શરૂ થયેલા શ્રી રામદેવ સેવાશ્રમસ્થળેથી ૪૬૫ માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે. આમાં શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો છે.
દયારામમારાજે માનસકિ દિવ્યાંગોની વ્યથા વર્ણવી હતી. અને જણાવ્યું હતું કે, કચ્છમાં માનવજ્યોતનાં માધ્યમથી સરાહનીય કાર્ય થઇ રહ્યું છે.
શ્રદ્ધા ફાઉન્ડેશનના શ્રી દિનાનાથજીએ જણાવ્યું હતું કે, માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડવામાં શ્રદ્ધા ફાઉન્ડેશન અગ્રેસર રહ્યું છે. જેમાં કચ્છની સંસ્થા માનવજ્યોતનો પણ સહકાર મળતો રહ્યો છે. શ્રદ્ધા ફાઉન્ડેશનના સ્થાપક ડો. ભરતભાઇ વટવાણીના જન્મદિવસે આજે ૧૮ માનસિક દિવ્યાંગો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જેની અમને ખુશી છે.
પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સંસ્થાની પ્રવૃત્તિઓ કચ્છભરમાં પહોંચી છે. તેમજ સંસ્થા કોરોના કાળમાં જરૂરતમંદ લોકોની મદદે આવી છે. માનસિક દિવ્યાંગોની વહારે સંસ્થા આવી છે.
કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી ઉદ્બોધન કરતાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન.પટેલ સાહેબે જણાવ્યું હતું કે, માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય અદ્ભુત છે. હૃદયપૂર્વકની સેવા છે. ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોની ખુશી જોઇ પુનઃમિલનની ઘડીઓથી આનંદ અનુભવું છું. આવા લોકોને સાજા કરવા અને ઘરે પહોંચાડવાનું માનવજ્યોત અને શ્રદ્ધા ફાઉન્ડેશનું કાર્ય પ્રશંસનીય છે.
જયાબેન મુનવર, અનિતાબેન ઠાકુર, ફેમિના શેખ, અફસાના ખલીફા, હેતલબેન સિંધ, ગુણવંતીબેન મોતા, હફીઝાબેન સમા, ડિમ્પલબેન ધરમશી, જયશ્રીબેન જીવાણી, રેખાબેન લોડાયા, આરતીબેન જોષી, સુશીલાબેન રાજગોર, કુલસુમબેન ચંગલ, વીરાંગના સ્પેશીયલ સ્કોર્ડના જશોદાબેન ધ્રાંગી, ભાવનાબેન બરાડીયા, સોનલબેન ચૌધરી, જયશ્રીબેન સાધુ, જાસ્મીનબેન કુંભારે દરેક માનસિક દિવ્યાંગોને કુમકુમતિલક કરી, હાર પહેરાવી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
બિહાર-૪, ઉત્તર પ્રદેશ-૩, મહારાષ્ટ્ર-૫, ઝારખંડ-૨, આસામ-૧, કર્ણાટક-૧, પંજાબ-૧, હરીયાણા-૧ મળી જુદા-જુદા ૮ રાજ્યોમાં અઢાર માનસિક દિવ્યાંગોને વાહન મારફતે શ્રદ્ધા રીહાબિલીટેશન ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી શ્રદ્ધા ફાઉન્ડેશન તેઓને તેમનાં રાજ્ય – ગામઅને ઘર સુધી પહોંચતા કરશે.
કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે, જયારે આભારવિધિ શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, પંકજ કુરવા, મહેશ ઠક્કર, દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો.
માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ, ‘બી,, ડિવિઝન પોલીસ સ્ટેશન-ભુજ, જિલ્લા આરોગ્ય ખાતુ, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ભુજ, ગુજરાત અદાણી ઇન્સ્ટ્રુ. મેડીકલ સાયન્સ જી.કે. જનરલ હોસ્પીટલે માનવતાનાં આ કાર્યમાં સહકાર આપ્યો હતો.

