માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ૩ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઇ સગું – સાવકું ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જોગી, વિક્રમસથવારાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી.
માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ સોસાયટી, ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારીત ખારી નદી સ્મશાન ગૃહ તથા સુખપર સ્મશાન ગૃહે સહકાર આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં ૫૫૬ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી છે. દરેકનાં મૃત્યુનાં પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે. અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે. દર વર્ષે શાસ્ત્રોક્તવિધિ સાથે અસ્થિઓ ધ્રબુડી પાસે દરિયાકિનારે વિસર્જન કરવામાં આવે છે.

