૩૦ માનસિક દિવ્યાંગોને વેકસીન અપાઇ આધારકાર્ડ નહોતાં… તંત્ર બન્યો આધાર

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી, મિલે સૂર હમારા વુમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છનાં ૩૦ માનસિક દિવ્યાંગોને કોરોનાં સામે રક્ષણ મેળવવા રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભુજ અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માધાપરની ટીમે સેવાઓ આપી હતી.

કાર્યક્રમને દિપપ્રાગટ્ય કરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન.પટેલસાહેબે ખુલ્લો મુકયો હતો અને જણાવ્યું હતું કે, છેલ્લા દોઢેક વર્ષથી કપરો સમય આવી ગયો અને વિચારી નશકાય એવી પરિસ્થિતિમાં આપણે સૌ પસાર થયા. શરીરની અંદર રોગપ્રતિકાર શક્તિ વધારવાનું કાર્ય એટલે વેકસીન મૂકાવવાનું કાર્ય અતિ મહત્વનું છે. માનસિક દિવ્યાંગોની ચિંતા સેવી આજે આવા માનસિક દિવ્યાંગોને પણ વેકસીન આપવામાં આવી રહી છે એ પ્રશંસનીય કાર્ય છે. દરેકની અનુમોદના કરૂં છું.

મિલેસૂર હમારા વૂમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજનાં શ્રી પૂજાબેન અયાચીએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થાની બધી બહેનો સંગીતનું કાર્ય કરે છે છતાં કોરોના મહામારી કાળમાં આ કાર્યમાં સહભાગી થઇ છે.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, આજે ૩૦માનસિક દિવ્યાંગોને કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ કરવામાં આવ્યું છે. જેમની પાસે કોઇ આધારકાર્ડ નથી તેવા લોકોનો આરોગ્યતંત્ર આધાર બન્યો છે. માનસિક દિવ્યાંગોને વેકસીન આપવા બદલ જીલ્લાનાં આરોગ્ય તંત્ર તથા સંસ્થાનો આભાર માનવામાં આવેલ.

આ અવસરે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની કમીટીનાં ઉપપ્રમુખ મહિલા પત્રકાર, એંકર રાખીબેન અંજારિયાનું મિલેસૂર હમારા સંસ્થા દ્વારા જજ શ્રી બીપીનભાઇ પટેલ, પૂજાબેન અયાચી તથા પ્રબોધ મુનવરનાં વરદ્ હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. આર.બી.એસ.કે. માધાપરની ટીમને પણ સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી સુધાબેન બુદ્ધભટ્ટીએ જયારે આભાર દર્શન જીજ્ઞાબેન ડાભીએ કરેલ. વ્યવસ્થામાં કલ્પનાંબેન ચોથાણી, હેતલબેન ગોર, નિરંજનાબેન ભરતવાલા, રક્ષાબેન, હેલ્મીબેન, લીનાબેન, રાખીબેન અંજારિયા, તથા માનવજ્યોતનાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો. જીલ્લા આરોગ્ય તંત્રનો ખાસ આભાર માનવામાં આવેલ.