પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર-પ્રસાર અભિયાન દ્વારા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મુકેશ શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી જયકરણ ડબ્બાસ, ગુજરાત પ્રદેશ પ્રભારી સાધ્વી નિર્મલાજીનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સચિવ શ્રીમતિ આશિકાબેન ભટ્ટે સન્માનપત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભુજ અને કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરીજરૂરતમંદ લોકોને મદદરૂપ બન્યા છે. જે સેવાઓ બદલ તેઓને અનેક એવોર્ડો અને સન્માનપત્રો મળી ચૂકયા છે.

