મીરઝાપરનું કપીરાજ હનુમાન મંદિર બન્યું માનવસેવાનું કેન્દ્ર

મીરઝાપર મધ્યે આવેલું શ્રી કપીરાજ હનુમાન મંદિર સાચા અર્થમાં માનવસેવાનું કેન્દ્ર બની ચૂકયું છે. આ મંદિરનાં પ્રાંગણમાં શ્રી રાઘવ મંદિર પણ આવેલું છે. ભાવિકો શીશ ઝુકાવવા અહીં સુધી પહોંચતા હોય છે. મંદિર પ્રાંગણમાં પક્ષી માટે ચબૂતરો તથા બાળકો માટે રમત ગતમના સાધનો પણ ઉપલબ્ધ છે. વૃક્ષારોપણ, ઝાડ-પાન અને હરિયાળીથી મંદિર સ્થળ આકર્ષક લાગે છે. હનુમાનજીની પ્રતિમા સૌનો મનહરી લે છે. નિતનવા વસ્ત્રોમાં હનુમાનજી શોભી રહ્યા છે.કોરોના સંકટની શરૂઆતથી જ આ મંદિરનાં પ્રાંગણમાં રસોઇ તૈયાર કરી માનવજ્યોત સંસ્થા ભુજને ભૂખ્યાને ભોજન કરાવવા આપવામાં આવે છે. છેલ્લા સવા વર્ષથી આ કાર્ય વણથંભ્યું ચાલુ છે. લોકડાઉન વખતે સતત ૩ મહિના રસોડુ ચાલુ રાખી તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત ભુજને આપવામાં આવેલ. હાલમાં પણ દર અઠવાડીયે ૩૦૦ લોકો માટે રસોઇ તૈયાર કરી ભૂખ્યાને ભોજન કરાવવા માટે માનવજ્યોતને આપવામાં આવે છે. કપીરાજ હનુમાન મંદિર મીરઝાપરનાં પૂજારી હરસુખભાઇ સુથાર તથા સર્વે દાતાશ્રીઓ, કાર્યકરો મંદિરમાં માનવસેવાનું કાર્ય કરી અનેકોને પ્રેરણાપૂરી પાડી રહેલ છે. આ રસોઇમાંથી માનસિક દિવ્યાંગો, વૃદ્ધ વડીલો, બાળશ્રમયોગીઓ, રંક બાળકો, શ્રમજીવીકો તથા રસ્તે રઝળતા લોકો તથા ભૂખ્યાને ભોજન માનવજ્યોત સંસ્થાપીરસે છે. કોરોના કાળમાં આ મંદિર અનેક લોકોને મદદરૂપ બની રહ્યું છે.