કોરોના મહામારીમાં પણ લોકો પક્ષીઓની સેવા કરવા લાગ્યા

ભયંકર કોરોના મહામારી સંકટમાં પણ લોકો પક્ષીઓની ચિંતા કરવા લાગ્યા. અબોલા પક્ષીઓ માટે પણ લોકોએ પીવાનાં પાણીની વ્યવસ્થા કરી જીવદયાનું અતિ ઉત્તમકાર્ય હાથ ધર્યું છે. 

કોરોનાં સંકટમાં જીવદયા પ્રેમીઓ પક્ષીઓની સેવામાં જોડાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આપવામાં આવેલા કુંડા અને ચકલીઘરો વૃક્ષો ઉપર લગાડી પક્ષીઓને પણ ચણ-પાણીની વ્યવસ્થા કરી આપી. તેમજ ચકલીઓને રહેવા માટે રૂપકડું માટીનું ચકલીઘર પૂરું પાડી આશ્રયસ્થાન આપ્યું છે. 

સ્વૈચ્છિક લોક ડાઉન અને બહાર નીકળવાનું ટાળી અનેક જીવદયા પ્રેમીઓ ઘેર બેઠા જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજનાં કુંડા-ચકલીઘર કચ્છનાં દરેક ગામો-શહેરોમાં ઠેર-ઠેર લટકતા નજરે જોવા મળી રહ્યા છે.