માનવજ્યોતને રૂ. ૨ લાખનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની માનવસેવા, જીવદયા, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા માધાપરનાં હાલે લંડન વસતા માધાપરના દાતાશ્રી હીરૂબેન ગોરસીયા દ્વારા સંસ્થાને રૂા. ૨ લાખનો ચેક અર્પણ કરાયો હતો. 

કોરોનાં સંકટમાં સંસ્થા લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકોને મદદરૂપ બની રહી છે. જે કાર્યની દાતાશ્રી પરિવારે અનુમોદના કરી હતી. સુરેશભાઈ એમ. સોલંકીના વરદ હસ્તે આ ચેક માનવજ્યોતને અર્પણ કરાયો હતો. 

સંસ્થા વતી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.