દશનામગોસ્વામી મહિલા સત્સંગ મંડળ નખત્રાણા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી જીવદયા કાર્યક્રમ દશનામકૈલાશધામ નખત્રાણા મધ્યે યોજાયો હતો.
પ્રારંભે જાગૃતિબેન મુકેશપુરી તથા ભવાનાબેન ગોસ્વામીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જાગૃતિબેન શંભુગીરી, રૂક્ષ્મણીબેન ગોસ્વામી, રમીલાબેન ગોસ્વામી, હર્ષિદાબેન ગુસાઇએ પ્રાસંગિક પ્રવચનો કરી મહિલા મંડળ અને સત્સંગ મંડળની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોનીએ માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. નખત્રાણા દશનામસમસ્ત મહિલા મંડળ નખત્રાણા દ્વારા પ્રબોધ મુનવરનું સન્માન કરી સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ. ઉપસ્થિત દરેકને પક્ષીઓને પાણી પીવાનાં માટીનાં કુંડા તથા ચકલીઓ માટે ચકલીઘર, કાપડની થેલીઓ અને જીવદયા સ્ટીકરોનું વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન બિનીકાબેન ગોસ્વામીએ જયારે આભાર વિધિ જાગૃતિબેન મુકેશપુરી ગોસ્વામીએ કરેલ.

