ખોજા શીયા ઈસ્ના અશરી જમાતના ડોનરોએ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા થઈ રહેલી માનવસેવાની પ્રવૃત્તિ નજરે નિહાળી ખોજા શીયા ઈસ્ના અશરી જમાતના ડોનરો-કેરાએ માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે તેલ, ચોખા, લોટ, ચણાદાર, તુવેરદાર જેવું એક મહિનાનું રાશન અર્પણ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. એક મહિનાનું કાચું રાશન સંસ્થાને અર્પણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સહદેવસિંહ જાડેજા, રફીક બાવાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.