વરસાદ વચ્ચે ભૂખ્યા લોકોને ભોજન પહોંચાડાયું 

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગોયલ ધરમપાલ રાધુ ભલોટ તથા ડાહ્યાલાલ માવજી ધારૂ માનકુવાનાં સહયોગથી વરસાદ વચ્ચે ઝુંપડાઓ અને ભૂંગાઓમાં રહેતા ૪૦૦ રૂરતમંદ લોકોને લાડુ તથા ખારીભાત સાથેનું ભોજન પીરસાયું હતું. જેમના ઝુંપડાઓમાં વરસાદી પાણી હતું, ભૂંગા ઉપરની તાલપત્રી કે પ્લાસ્ટી કાગળ ફાટી ગયા હતા, વરસાદી પાણી ઘરોમાં આવતું હતું, ચૂલો કે સગડી પ્રગટી શકે તેમ નહોતી તેવા ગરીબ લોકોને ભરપેટ ભોજન કરાવાયું હતું. આવા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રાજુ જોગી, ઇરફાન લાખા, નરેશતાજપરીયા, વિક્રમરાઠીએ સંભાળી હતી.