દો ગજ કી દૂરી… માસ્ક જરૂરી

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અત્યાર સુધીમાં ૨૫ હજાર થી વધુ માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સુખપરનાં દજી નરેન્દ્રભાઈ મુરજી મોઢ છેલ્લા ૪ મહિનાથી માનવજ્યોત સંસ્થાનાં માસ્ક બનાવી રહ્યા છે. આ તૈયાર માસ્ક જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં જઈ જરૂરતમંદ લોકોને માસ્ક આપી માસ્ક પહેરી રાખવા સમજ પૂરી પાડવામાં આવે છે. માનવજ્યોત સંસ્થા દ્વારા સંસ્થાનાં વાહન દ્વારા લોક જાગૃતિ રૂપે લોકોને માસ્ક પહેરવા, સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવા, તથા હાથ સેનેટાઈઝર અથવા સાબુથી વારંવાર સાફ કરવા સમજ અપાય છે. માસ્કન પહેરનારને રૂા. ૦૦૦નું દંડ થશે. 

કચ્છમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. દરરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે લોકોને જાગૃત બની સાવચેતીના પગલારૂપે સમયસર ચેતી જવા અને નિયમોનું પાલન કરવા સમજ અપાઈ રહી છે. સરકારશ્રીની સૂચનાઓ, જાહેરનામાં, તથા ગાઈડલાઈનનું પાલન કરવા સમજ આપવામાં આવે છે. તહેવારોની ઉજવણીમાં ભીડ ભાડ ટાળવા તથા લાંબા પ્રવાસ-મુસાફરીટાળવા પણ અપીલ કરાઇ છે. 

પેરાલીગલ વોલન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની તથા કાર્યકરો લોક જાગૃતિ કાર્યઆગળ ધપાવી રહ્યા છે.