માનવજ્યોતને ૫૧ હજારનું અનુદાન આપી જન્મદિનની કરી અનોખી ઉજવણી

દિપાબેન આનંદભાઇ શાહે પોતાનાં જન્મદિને ભુજની માનવજ્યોત સંસ્થાને રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કરી સંસ્થાની માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્ત પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ અવસરે ઇન્હરવ્હીલ કલબ ભુજ ફલેમિંગોનાં સભ્યો સાથે રહ્યા હતા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓથી ખુશી અનુભવી હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ આભાર માન્યો હતો.