રાજ્યકક્ષાનો દિવ્યાંગ પારિતોષિક અર્પણ કરાયો

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગની ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને રોજગાર અપાવવા તથા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને રાજ્યકક્ષાનો “દિવ્યાંગ પારિતોષિક,અર્પણ કરાયો હતો.

પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા એસ.પી. શ્રી સૌરવ તૌલંબીયાનાં વરદ્‌ હસ્તે આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ભુજ શહેર નગર અધ્યક્ષા શ્રીમતી લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન શ્રી ભરતભાઇ રાણા, નગર સેવિકા ગોદાવરીબેન ઠક્કર, મનીષભાઇ ગુરવાણી, જિલ્લા રોજગાર અધિકારી શ્રી એમ.કે. પાલા, જયકુમાર શાહ, ડી.એમ. આચાર્ય, જે.બી. મિસ્ત્રી , છત્રપાલસિંહ ઝાલા, ડી.એ. પરમાર સહિતનાં આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા.