પૂ. જીગ્નેશદાદા (રાધે-રાધે) એ સંસ્થાને આશિર્વાદ આપ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા,  પાલારા-કચ્છ મધ્યે શ્રી રામદેવ સેવાશ્રમ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. માત્ર બે વર્ષમાં કચ્છમાં રસ્તે રઝડતા એકલા-અટુલા-નિરાધાર ૨૨૫ માનસિક દિવ્યાંગોને આ સ્થળે લાવી તેમની સારી સારવાર કરાવી, ઘર શોધી, ઘર સુધી પહોંચાડવાનું માનવસેવાનું ભગીરથ કાર્ય કરાયું છે. જેનાં કારણે કચ્છમાં રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગોની સંખ્યામાં ઘરખમ ઘટાડો થયો છે. અને આવા લોકો પોતાનાં ઘર અને પરિવાર સુધી પહોંચ્યા છે.

પૂજ્ય શ્રી જીગ્નેશદાદા (રાધે-રાધે) કેરીયાચાડવાળાને ગોંડલ અંબાજી મંદિરે માનવજ્યોત ભુજનાં શ્રી પ્રબોધ મુનવર તથા ટીમે તેમને મળી તેમને વંદન કર્યા હતા. અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા. તેઓશ્રી એ ભીમાસર-કચ્છની કથા દરમ્યાન માનવજ્યોત સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લેવાનું નિમંત્રણ પણ સ્વીકાર્યું હતું.

જયાબેન મુનવર,રમીલા બારમેડા, દિપ્તી છેડા, દક્ષા છેડા, સુશીલાબેન દંડ, રાજુ જાગી સાથે રહ્યા હતા.