ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી દ્વારા મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભુજ મધ્યે યોજાયેલા ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં કચ્છભરમાં માનવસેવા અને જીવદયાનાં શ્રેષ્ઠ કાર્યો કરનાર માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનું સન્માન કરતા ગુજરાત રાજ્યનાં શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર, સંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, કચ્છ યુનિવર્સીટીના કુલપતિ શ્રી ચંદ્રસિંહ જાડેજા, ધારાસભ્યો શ્રી ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યક્ષા લત્તાબેન સોલંકીએ માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. રાજ્યનાં શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ માનવજ્યોત સંસ્થાની કચ્છમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓની સરાહના કરી શ્રી મુનવરને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

