માનવજ્યોતને ૫૦ ખુરશી, પાંચ ટેબલ અર્પણ કરાયા

ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના સંત શ્રી પૂ. કોઠારી શ્રી સુખદેવસ્વામિતથા પૂ. કોઠારી શ્રી પરમેશ્વર સ્વામિની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોના શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને દાતાશ્રી વાલજીભાઇ વેલજી વરસાણી-સુખપર હરિ બિલ્ડર્સ સીસલ દ્વારા ૫૦ ખુરશી અને પાંચ ટેબલ અર્પણ કરાયા હતા. આપ્રસંગે દેવશીભાઇ ભુડીયા, મહેન્દ્રભાઇ રાબડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા કનૈયાલાલ અબોટીએ દાતાશ્રીપરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.