માનવજ્યોત સંસ્થા ભુજને એકજ દિવસમાં બે મહિલા અને એક યુવતી મળી આવતાં, એક મહિલા અને એક યુવતી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને સોંપી હતી. જયારે અન્ય એક મળી આવેલ મહિલાને ભુજમાં તેના ઘર સુધી પહોંચાડાઈ હતી.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજ હંગામી એસ.ટી.બસ સ્ટેશનથી એક મહિલા ઉ.વ. ર૭ બાળક સાથે, મીરઝાપર પોલીસ ચોકી પાસેથી એક યુવતી ઉ.વ. ૧૬ તેમજ સરપટનાકા પાસેથી એક મહિલા મળી આવી હતી. દરેકને સમયસર સેવા અપાઈ હતી.