સંસ્થાને સિમેન્ટનાં ૩૦ બાંકડા અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને દાતાશ્રી મંજુલાબેન મણીલાલ વોરા-રાજન ફર્નીચર ભુજ દ્વારા સિમેન્ટનાં ૩૦ બાંકડા અર્પણ કરાયા હતા. 

સંસ્થા વતી પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, અરવિંદ ઠક્કર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.