Monthly Archives: September 2025

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો ગરબે ઘુમ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માં જગદંબાની નવલી નવરાત્રીની શાનદાર ઉજવણી કરવામાં આવી. દરરોજ સાંજે 5-30 થી 7 ભુજ શહેરના વિવિધ મહિલા મંડળો સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ગરબા રમાડ્યા. ઢોલ-શરણાઇનાં તાલે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો પણ માતાજીનાં રાસ-ગરબા હોંશે હોંશે રમે છે. એક સરખા ડ્રેસમાં સજ્જ થઇ માનસિક દિવ્યાંગો […]

પ્રાંત અને મામલતદાર ભુજ કચેરીએ દિવ્યાંગો માટે બે વ્હીલચેરો મૂકાઇ

પ્રાંત અને મામલતદાર (ભુજ શહેર) કચેરીએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેર મૂકવામાં આવી છે. કચેરીએ આવતા-જતા દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાનાં કામો માટે કચેરીની અંદરની વિવિધ ઓફિસો કે કાઉન્ટરો સુધી પહોંચી જઇ પોતાનું કામ સરળતાથી પૂર્ણ કરી શકે તેવા ઉદેશ સાથે દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેરો મૂકવામાં આવી છે. વ્હીલચેરો પ્રાંત અને મામલતદાર […]

સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને ૧૬મી પુણ્યતિથિએ અંજલિ અપાઇ

શ્રેષ્ઠીવર્ય, અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની સોળમી પુણ્યતિથિએ માનવજયોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ ભાવાંજલિ અર્પણ કરી હતી. શ્રી […]

રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે

શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઇ રહી છે. દરરોજ જુદા-જુદા મંડળો, વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે. મહાવીર નગર મહિલા મંડળ, ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ, જય નગર, મહાવીર નગર, વર્ધમાનનગરના બહેનો, તેમજ હાલાઇ નગર મહિલા […]

નાસિકની ગુમ મહિલા 13 વર્ષે મળી માતાનું પરિવાર સાથે થયું મિલન

મહારાષ્ટ્રનાં નાસિક વિસ્તારનાં જાઇદર ગામની યુવાન મહિલા ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. દેશનાં વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં તે રખડતી-ભટકતી રહી હતી. આખરે તે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવાશ્રમ મધ્યે પહોંચી હતી. ત્યાનાં સંચાલક શ્રી અશોકભાઇ જૈન તથા ટ્રસ્ટીગણ અને સ્ટાફ સર્વે એ તેની સારી સરભરા સાથે સારવાર કરી હતી. […]

મહારાષ્ટ્રનાં પતિ-પત્નીનું 8 વર્ષે થયું મિલન 3 બાળકોને ફરી પિતા મળ્યા

મહારાષ્ટ્રના યવતમલ જીલ્લાનાં નાયકનગરનો યુવાન નીલેશ રાઠોડ ઉંમર વર્ષ 32 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે દેશનાં અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં રખડતો- ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં અરવલ્લી જીલ્લાનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલકો અશોકભાઇ જૈન તથા […]

વરસતા વરસાદે ભુજમાં ફુડ પેકેટસ વિતરણ કર્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા 4000 થી વધુ લોકોને ફુડસ પેકેટો અર્પણ કરાયા હતા. ભુજમાં ઝુંપડપટી-ભુંગાઓમાં રહેતા અને વરસાદી પાણીમાં ભીંજાયેલા લોકોને ખારાભાત-દાળ ઢોકરીનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યમાં બી.કે.ટી તથા અક્ષયપાત્રનો સહકાર મળ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, દીપેશ શાહ, આનંદ રાયસોની, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી. ભુજની ચારે […]

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૭ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. રંક બાળકો તથા શ્રમજીવીકોને ભોજન […]

માનવજ્યોત સંસ્થાએ ગુજરાતની વિવિધ સંસ્થાઓના 450 માનસિક દિવ્યાંગો ભાઇ-બહેનોને ઘર શોધી આપ્યું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની 11 સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. માનસિક દિવ્યાંગોની સેવા કરતી બાયડ,આણંદ, સૂરત, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સાવરકુંડલા, રાપર, ભચાઉ, ગાંધીધામની સંસ્થાઓ સાથે મળીને ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી કાઉન્સ્લીંગ કરી તેમનું રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી તેમનાં […]