Monthly Archives: August 2025

કચ્છ ભાજપનાં પૂર્વ પ્રમુખશ્રીએ પોતાનો જન્મદિન માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું

કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ નાગરિક સહકારી બેંકનાં ચેરમેન શ્રી દિલીપભાઇ ત્રિવેદીએ 71 વર્ષની મંજલિ કાપી 72 માં વર્ષમાં પ્રવેશ કરતાં, પોતાનો જન્મદિન માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને મિષ્ટાન,ફરસાણ સાથેનું ભોજન સ્વહસ્તે જમાડીને ઉજવ્યો હતો. એડવોકેટ વિમલભાઇ મહેતા સાથે રહ્યા હતા. માનવજ્યોત સંસ્થાનાં સેવાકાર્યને બિરદાવી સંસ્થાને અનુદાન આપ્યું હતું. […]

માનસિક દિવ્યાંગો તિરંગા યાત્રામાં જોડાઇ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો વચ્ચે કરવામાં આવી હતી. હાથમાં તિરંગો લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તિરંગાયાત્રામાં જોડાઇ અને દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહેદવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્ર બાબરીયા, નીતીન ઠક્કર, માવજીભાઇ આહિર, રીતુબેન વર્મા, આરતી જોષી તથા […]

નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા માનસિક દિવ્યાંગને રક્ષાબંધન કરાયું

નારી શક્તિ મહિલા મંડળ માધાપરનાં 32 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી તેઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંડળનાં સ્થાપક તુષારીબેન વેકરિયાએ જણાવેલ કે, આપણે આપણાં પરિવાર સાથે પર્વ ઉજવતા હોઇએ છીએ. પણ અહીં નજાનંદો, મસ્તરામો સાથે સંગીતનાં સથવારે પર્વ એમની સાથે રહીને ઉજવવામાં આવ્યો જેનો મંડળનાં […]

કોમી એકતા અને ભાઇચારાનો સંદેશ આપતા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઇ

ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ- શરણાઈ સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, “સી,, ટીમ પોલીસ- ભુજ, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, ક્રિષીવ ફાઉન્ડેશનના બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમનાં માર્ગદર્શક અને […]

રક્ષાબંધન પર્વે ભાઇ-બહેનનું થયું મિલન હરિયાણાનો ગુમ યુવાન ત્રણ વર્ષે ઘરે પહોંચ્યો

હરિયાણાનાં ફતેહબાદ વિસ્તારનો યુવાન વિક્રમ રાકેશ ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સતત 3 વર્ષ સુધી તે જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ […]

સખી મહિલા મંડળ મીરઝાપર દ્વારા રક્ષાબંધન પર્વની કરાઇ અનોખી ઉજવણી

રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ સખી મહિલા મંડળ મીરજાપરનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ આશ્રમે પહોંચી જઇ સંસ્થાનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી ભાઇ-બહેનોનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. આશ્રમનાં માનસિક દિવ્યાંગોને એમની બહેનોની યાદ તાજી થઇ હતી. આશ્રમનાં માનસિક દિવ્યાંગોએ ગીત-સંગીતની રમઝટ જમાવી હતી. હંસાબેન વેકરીયા, રાધાબેન શિયાણી, […]

માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરાયું માનસિક દિવ્યાંગોએ ગીત-સંગીત રજુ કર્યું

શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી તેઓ જલ્દી સ્વસ્થ બની પોતાનાં ઘર સુધી પહોંચે, પરિવારજનો સાથે તેઓનું ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજનાં પ્રમુખ કોકિલાબેન મહેતા, ઉપપ્રમુખ રક્ષાબેન કોઠારી, મંત્રી […]