માનવજ્યોત, માનસિક આરોગ્યની હોસ્પીટલ તથા સખી વન સ્ટોપ ભુજ ત્રણે સંસ્થાઓનાં પ્રયત્નોથી છ મહિનાથી પતિ-પત્નીનાં ઝઘડાના કારણે ઘર છોડનાર પત્નીનું પતિ-પુત્ર સાથે સમાધાન સાથે ફેરમિલન કરાવાયું હતું. ઉત્તરપ્રદેશનાં આગ્રામંડલ વિસ્તારનાં કેશપુરા ગામની યુવાન મહિલા ઉ.વ. 22 ઘર કંકાસને કારણે ઘર છોડયું હતું. અને રખડતી-ભટકતી રહી હતી. સખી વન સ્ટોપને મળતા તેઓ તેને આશ્રય આપી ભુજની […]
Monthly Archives: October 2024
ઉત્તરપ્રદેશનાં મહારાજગંજ વિસ્તારનાં શિવતરી ગામનો યુવાન ગણેશ સહાની ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરત શહેરનાં આશીર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. કામરેજનાં ધોરણ પારડીમાં આવેલ આ આશ્રમનાં સંચાલકોએ તેની સારી સરભરા સાથે ખૂબ જ સારી સેવાઓ કરી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત […]
પ્રેરણા મહિલા મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વ્હીલચેર-વોકર જેવી દર્દીઓને ઉપયોગી શીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ હતી. વંદનાબેન ભાવસાર, મીરાંબેન જેઠી, નયનાબેન ગોસ્વામી, હંસાબેન ખત્રીનાં વરદ્ હસ્તે વસ્તુઓ સ્વીકારી માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિલીપ સાયલાએ આભાર વ્યક્ત કર્યો હતો.
માનવસેવા-જીવદયા સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને ધનજીભાઇ કુંવરજી વાગડીયા-કેરાવાલા તરફથી રુ. 51 હજાર, એસ.એમ.બુક કીપીંગ સર્વિસ એલ.એલ.પી. દ્વારા રુ. 50 હજાર, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા રુ. 25 હજાર, આશિષભાઇ આર. જોષી- અમદાવાદ દ્વારા રુ. 25 હજાર, ભીખુભા કલ્યાણસિંહજી જાડેજા (ટિલાટ) નવી ચીરઇ દ્વારા રુ. 22 હજાર, ઓમ ફ્રેટ ફોર્વડસ પ્રા. લી. […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે સર્વ પિતૃ શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી. એકત્રીસ પરિવારો આશ્રમ મધ્યે શ્રાદ્ધની વિધિમાં જોડાયા હતા. નારાયણ સરોવરનાં પ્રખ્યાત મારાજ અને સેડાતા મહાદેવ મંદિરનાં પુજારી દિપક મારાજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રાદ્ધની વિધિ કરાવી હતી. શ્રાદ્ધનો મહિમા કથા સ્વરુપે સમજાવ્યો હતો. સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે પિતૃઓને પાણી […]
- 1
- 2




