Monthly Archives: April 2024

આંધ્રપ્રદેશનો શ્રી નિવાસ 7 વર્ષે ઘરે પહોંચ્યો

આંધ્રપ્રદેશનાં નંદીકોરકુટ વિસ્તારનો 48 વર્ષિય શ્રી નિવાસ 7 વર્ષ પછી ઘરે પહોંચતાં પરિવારજનોમાં અનહદ ખુશી છવાઇ હતી. અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તે બાયડનાં જય અંબે સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચ્યો હતો. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને ભુજ લઇ આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી […]

છત્તીસગઢનો કુંજરામ 3 વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેરમિલન

છત્તીસગઢનો 44 વર્ષીય યુવાન કુંજરામ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો-ભટકતો સોમનાથ “નિરાધારનો આધાર,, સંસ્થામાં પહોંચ્યો હતો. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે લઇ આવી છત્તીસગઢ પોલીસની મદદ લઇ તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા હતા. તેનાં ભાઇ અને ભત્રીજો તેને તેડવા ભુજ […]

ગરમી વધતાં જ કુંડા-ચકલીઘરની ડીમાન્ડ વધી લોકો જાગૃતબની સામેથી જીવદયા કાર્યમાં જોડાયા

ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજયોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]

નારાણપરમાં 400 ચકલીઘર 400 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

ભુજ તાલુકાનાં નારાણપર ગામે દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયાનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રાધા કૃષ્ણ ચોક મધ્યે 400 કુંડા, 400 ચકલીઘર તથા જીવદયા સ્ટીકરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગામનાં અમૃતબેન ભુડિયા સહિતનાં આગેવાનો જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. નારાણપર આખા ગામમાં […]

મોટી વિરાણી ગામે ચકલીઘર-કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા નખત્રાણા તાલુકાનાં મોટી વિરાણી ગામે શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળા મધ્યે ત્રણે ગ્રુપ શાળાઓનાં વિદ્યાર્થી ભાઇ-બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં કુંડા-ચકલીઘર તથા કાપડ થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જયારે અતિથિવિશેષ પદ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ સોમજિયાણી, સરપંચ ગોવિંદભાઇ બળિયા, ગોરધનભાઇ રૂડાણી, […]