Monthly Archives: June 2023

કચ્છ ઇતિહાસ પરિષદનાં પ્રમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

કચ્છ ઇતિહાસ પરિષદનાં પ્રમુખ, ક્ષત્રિત્ર્ય અગ્રણી અને વિંઝાણનાં શ્રી સાવજસિંહ જાડેજાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. કચ્છનાં ઇતિહાસનાં જાણકાર અને અનેકવિધ સંસ્થાઓમાં રહી સેવાઓ આપનાર શ્રી સાવજસિંહ જાડેજાને પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ […]

મહારાષ્ટ્રનો ગુમ યુવાન ૧ વર્ષે મળ્યો બંને ભાઇઓનું થયું મિલન

મહારાષ્ટ્રના સાંગલી શહેરનો યુવાન ઉંમર વર્ષ ૨૩ જે એક વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરાવતાં તે […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરીબોનાં ઝુંપડે પહોંચ્યા ઠંડા પાણીનાં માટલા

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઝુંપડા અને ભુંગામાં રહેતા પરિવારોને પીવા માટે ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભાનુશાલીનગર પાછળ આવેલ રઘુવંશીનગર મધ્યે ઠંડા પાણીનાં નળવારા માટીનાં માટલા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ૧૦૧ પરિવારોને માટલા તથા માટીની તાવડીઓ નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ પ્રસંગ […]

સ્વ. દિપકભાઇ મહિપતરાય મહેતાને શ્રદ્ધાંજલિ અપાઇ

કચ્છનાં પૂર્વ સાંસદ સ્વ. મહિપતરાય મહેતાનાં પુત્ર દીપકભાઇ મહેતાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કરશન ભાનુશાલી, નીતીન ઠક્કર, મુરજીભાઇ ઠક્કરે અંજલિ અર્પણ કરી હતી.

ઓરિસ્સાની દર્દનાક રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને અંજલિ અપાઇ

ઓરિસ્સા રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભાવાંજલિ અર્પણ કરાઇ હતી. દર્દનાક ટ્રેન અકસ્માત અંગે ઉંડો ખેદ વ્યક્ત કરવામાં આવેલ. અકસ્માતમાં મૃત્યુ પામનારા પ્રવાસીઓને પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કરશન ભાનુશાલી, નીતીન ઠક્કર, મુરજીભાઇ ઠક્કરે અંજલિ અર્પણ કરી […]

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ઉજવાયો

પર્યાવરણની જાળવણીરૂપે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ- પાલારા-કચ્છનાં પ્રાંગણમાં વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સેક્રેટરી ડીએલએસએ અને ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ-ભુજ શ્રી આર.બી. સોલંકી સાહેબ, એડીશનલ સિવિલ જજ શ્રી નિખિલ અગ્રવાલ, એડીશનલ જજ શ્રી એમ.એસ. ગેલોડ, એડીશનલ જજ […]

છત્તીસગઢનાં ભાઇ-બહેનનું બે વર્ષે થયું મિલન

છત્તીસગઢનાં મહાસમુંદર વિસ્તારની મહિલા ઉ.વ. ૩૫ માનસિક સમતુલા ગુમાવતાં અચાનક ઘર છોડ્યું હતું. અને જુદા- જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી. આખરે દોઢ મહિનાં પહેલા તે મોરબીનાં યદુનંદન સેવાશ્રમ મધ્યે પહોંચી હતી. જ્યાં કાનજીભાઇ તથા આશ્રમ સ્ટાફે તેની સારી સારવાર કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મોરબી આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે તેડી […]

ભુજનાં પિંગ્લેશ્વર મહાદેવ મંદિરેથી કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

જુની રાલવાડી મધ્યે આવેલ પિંગ્લેશ્વર મહાદેવ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચકલીઘર-કુંડા-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ બળબળતા તાપમાં અબોલા અને તરસ્યા પક્ષીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા, તેમજ ચકલીઓ માટે રહેવા ચકલીઘરની દરેક ઘરે વ્યવસ્થા કરી જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય સ્વહસ્તે કરવા સમજ આપી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત […]