માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં આશ્રમ શ્રી રામદેવ સેવાશ્રમને દાતાશ્રી ઝેડ.એમ. મુન્સી દ્વારા અન્નદાન અપાયું હતું. ચોખા, તેલ, મગફાડા તથા મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ જથ્થામાં અપાઇ હતી. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ આભાર માન્યો હતો.
Monthly Archives: January 2022
વિદેશ વસતા કચ્છીઓ, ગુજરાતીઓ અને ભારતીયોએ સારા-સારા કપડા એકઠા કરી ભુજની માનવજ્યોત સંસ્થાને મોકલ્યા હતા. લંડન સ્થિત સી.જે. ટ્રાવેલ્સ લી. નાં જયંતિ પટેલે ત્યાંનાં રહેવાસીઓ પાસેથી કપડા એકઠા કરી ભુજ માનવજ્યોતને મોકલ્યા હતા. માનવજ્યોત સંસ્થાએ ભુજની ચારે દિશામાં ગરીબો-જરૂરતમંદોનાં ઝુંપડે-ઝુંપડે આ કપડા પહોંચાડ્યા હતા. જેથી જરૂરતમંદોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]
સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. આશ્રમની પ્રથમ વખત મુલાકાતે આવેલ શ્રી ધીરેનભાઇ ઠક્કરે માનવજ્યોતની માનવસેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પૂર્વનગર સેવક ધીરેનભાઇ ઠક્કર સાથે પૂર્વ નગરસેવક ફકીર મામદ કુંભાર, હીરેશ ઠક્કર, રાહુલ ગોસ્વામી સાથે રહ્યા હતા. આશ્રમની મુલાકાત […]
કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરજીભાઇઓની મદદ લઇ મોટી સંખ્યામાં માસ્ક બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ભુજનાં સેવાભાવી દરજી પ્રવિણભાઇ લક્ષ્મીદાસ મોઢ આ કાર્ય માટે સેવા આપી રહ્યા છે. અગાઉ પણ તેમણે માનવજ્યોત સંસ્થાને હજારોની સંખ્યામાં માસ્ક તૈયાર કરીને આપ્યા હતા. કાપડનાં ટકાઉ અને સારા માસ્ક માનવજયોત સંસ્થા જુદા-જુદા વિસ્તારોમાં […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અંગ્રેજી નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં હરતા-ફરતા વાહન અને માઇક સીસ્ટમ સાથે લોકોને કોરોના તથા ઓમિક્રોન સામે જાગૃત બની માસ્ક અવશ્ય પહેરવાની સમજ સાથે નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયા હતા. જ્યાં લોકોની ભારે […]
- 1
- 2





