શ્રી આદિનાથ જૈન મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને દરેકને દિપાવલી પર્વ નિમિત્તે મીઠાઈ પેકેટ તથા ટીશર્ટ અર્પણ કરાયા હતા. માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો
Monthly Archives: November 2020
અબડાસા તાલુકાનાં સાંધાણ ગામનાં નિવૃત્ત પ્રોફેસર અને હાલમાં અમદાવાદ વસતા શ્રી પૃથ્વીરાજભાઈ એન. ધરમશી દ્વારા શિલ્પાબેન નીલેશ ગણાત્રાનાં સહકારથી ગરમસાલો શ્રી વસંતભાઈ અજાણીએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શંભુભાઈ જોષીએ આભાર માન્યો હતો. આ દરેક ગરમસાલ જરૂરતમંદ લોકોને અપાશે.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૩માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. બિહારનાં બે અને ઉત્તરપ્રદેશનાં એક મળી ત્રણ માનસિક દિવ્યાંગોને માનવજ્યોતનાં સામાજિક કાર્યકર દિનાનાથજી તેઓને ઘર સુધી પહોંચાડશે. પરિવારજનો સાથે વર્ષો પછી ફેર મિલન થશે. સ્વસ્થ બનેલા આ ત્રણે માનસિક દિવ્યાંગો બરેલી ટ્રેન મારફતે ઘર જવા પ્રયાણ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઝુંપડા-ભૂંગા-કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ પરિવારોનાં ૭૦૦ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવેલ. તેમજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ગરીબો અને શ્રમજીવીકોના ઘર સુધી પહોંચી જઈ મહિલાઓને હાથો હાથ સાડીઓ આપવામાં આવતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. ગરીબ અને શ્રમજીવી મહિલાઓ દિપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ અને ઉદેશ સાથે […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પાંચ દાતાશ્રીઓનાં સહયોગથી આઠ દિવ્યાંગોને દિપાવલી પર્વ પૂર્વે ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા. પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઈ માહેશ્વરીએ મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ પ્રસંગે દાતાશ્રીઓનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ. રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, […]
દિપાવલી પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે અનેક દાતાશ્રીઓ તથા સેવાભાવી પરિવારો કોરોના સંકટમાં પણ જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા આગળ આવી રહ્યા છે. અને દરેક પરિવારોનાં ઘરે દિવાળી પર્વ ઉજવાય એવી અંતરની ઉદારદિલ ભાવનાઓ સાથે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરા પાડી રહ્યા છે. સ્વ. જ્યાબેન બાલાશંકર વ્યાસ અંજારનાં સ્મણાર્થે કિશોરભાઈ બી. વ્યાસ, ડો. દિપેશ વ્યાસ, વૈભવ વ્યાસ […]
શ્રી સમસ્ત કચ્છ જિલ્લા અબોટી સમાજ કારોબારી સમિતિ તથા શ્રી સમસ્ત અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ કચ્છ દ્વારા કોરોના સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી લોકોને મદદરૂપ બનવા તથા ભૂખ્યાને ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી તથા કનૈયાલાલ અબોટીને સાલ ઓઢાળી સન્માનપત્ર અર્પણ કરી તેઓશ્રીની સેવાઓને બિરદાવવામાં આવેલ. શ્રી સમસ્ત કચ્છ જિલ્લા અબોટી […]
માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ લક્ષી પ્રવૃત્તિઓ કરનાર ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી અંજનાબેન કિશોરભાઈ શાહ વર્ધમાનનગર હસ્તે શ્રુતિલ-મંથન-પૂન્યા દ્વારા પ૧ હજારનું અનુદાન અપાયું હતું. શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોની સેવા તથા સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી ખુશ થઈ દાતાશ્રીએ સંસ્થાને ચેક અર્પણ કર્યો હતો. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા દિલીપ સાયલાએ આભાર માન્યો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે પ00 શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઈનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા […]
- 1
- 2








