Monthly Archives: October 2020

માનવજ્યોત દ્વારા અધિક માસની અનોખી ઉજવણી

અધિકમાસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના સાથે શાસ્ત્રોક્ત વિધિઓ કરવામાં આવેલ. દરેક વિધિઓ દિપકભાઈ જોશીએ કરાવેલ. કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, જશુબેન દેવશી ભુડીયા-માધાપર, અરવિંદભાઈ ચૌહાણ-કુકમા, દેવ્યાનિબેન એસ. દવે-માધાપર, સહિયર મહિલા મંડળ-ભુજ, વિપુલભાઈ મકવાણા, ગોસ્વામી અંકિતગર ચીમનગર, શીવજીભાઈ જેઠાભાઇ વરસાણી-માનકુવા, અરૂણાબેન મહેશચંદ્ર પંડ્યા, સ્વ. સુંદરબેન વેલજી પિંડોરીયા-માધાપર,એડવોકેટ શ્રી સુમિતભાઈ પંડ્યા, […]

રામદેવપીર મંદિર લાખોંદ દ્વારા તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં સહકારથી લાખોંદ નજીક આશાપુરા કોલોની બસ સ્ટેશન પાસે આવેલા શ્રી રામદેવપીર મંદિર દ્વારા ૨૫૦ તુલસીરોપા વિતરણ કરાયા હતા.  રામદેવપીર મંદિરના પૂજારી કાપડી દાદા, કેડાભાઈ રતાભાઈ આહિર, જખુભાઈ આહિર, ધનાભાઈ ભોપા આહિર તથા સર્વે ભક્તજનોએ તુલસી વૃક્ષ અતિ ઉપયોગી ઔષધિ છે, અને તુલસી છોડ દરેક ઘરે હોવું જરૂરી ગણાવ્યું […]

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા ૩૦૦ જરૂરતમંદ લોકોને ભોજન પહોંચાડાયું

કોરોના મહામારી સંકટ વચ્ચે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ૩૦૦ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા-ભૂંગાઓ સુધી જઈ ભોજન પહોંચાડાયું હતું. અને લોકો ભરપેટ જમીને ખુશી વ્યક્ત કરી હતી.  વિતરણ વ્યવસ્થા સિનિયર પેરાલીગલ વોલન્ટીયર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી. જરૂરતમંદો સુધી આ ભોજન પહોંચ્યું હતું.

સેવાભાવી ડોકટરશ્રીને અંજલિ અપાઇ

કચ્છ ભુજનાં જાણીતા અને સેવાભાવી ડો. જ્યોતિન્દ્ર છાયાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અંજલિ અપાઈ હતી.  કાન-નાક-ગળાનાં જાણીતા ડો. જ્યોતિન્દ્રછાયાની સેવાની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ મહેશ્વરી, અરવિંદ ઠક્કર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોનીએ શ્રદ્ધાંજલિ આપી હતી. 

દહીંસરાથી તૈયાર રસોઇ બનાવી આવી ભુજમાં માનસિક દિવ્યાંગોને જમાડ્યા

કોરોના સંકટમાં દાતાશ્રીઓ તથા અનેકવિધ પરિવારોએ પોતાની પ્રવૃત્તિઓમાં બદલાવ લાવી જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવાની સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. અત્યારે સમય છે. માનવી-માનવીને મદદરૂપ બને અને સેવા જરૂરતમંદો સુધી પહોંચે.  ભુજ તાલુકાનાં દહીંસરા ગામનાં પ્રિતિબેન રમેશ ખીમાણીએ દહીંસરામાં પોતાનાં ઘરે રસોઈ તૈયાર કરી ભુજમાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક […]

માનવજ્યોત દ્વારા અધિકમાસની વિવિધ સેવાઓ સાથે થઇ રહેલી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિકમાસ (પુરૂષોત્તમમાસ) ની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી રહેલ છે. વિવિધ પરિવારો આશ્રમે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી રહ્યા છે.  ભુજ સ્વામિનારાયણ મંદિર, ભુજ કબીર મંદિર, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, રામદેવપીર મંદિર લાખોંદ, દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસાયા હતા. માધાપરનાં સ્વ. […]

શંકર રાઠોડ, મીરખાન મુતવાને અંજલિ અપાઇ

કચ્છના જાણીતા ક્રિકેટર શ્રી શંકરભાઈ રાઠોડનું તથા બન્ની વિસ્તારનાં આગેવાન મીરખાનભાઈ મુતવાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેઓને અંજલિ અપાઈ હતી. શંકરભાઈ રાઠોડ વર્ષોથી ક્રિકેટ ક્ષેત્રે અનોખું પ્રદાન આપ્યું હતું. કોઠારા મધ્યે ડાભી ટુર્નામેન્ટમાં પણ વર્ષો સુધી રમ્યા હતા. બન્ની વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે અનેરી જ્યોત જલાવનાર શ્રી મીરખાનભાઈ મુતવાની સેવાઓ અનેરી […]