Monthly Archives: October 2020

પવિત્ર અધિક માસ નિમિત્તે વૃદ્ધોને વિશિષ્ટ ભોજન કરાવાયું

ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા મંજુલાબેન ઉપાધ્યાયનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત “શ્રવણ ટીફીન સેવા,, વાહન દ્વારા સતત ત્રણ દિવસ સુધી ૧૦૦ એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ભોજન કરાવાયું હતું.  ઘેરબેઠા મિષ્ટાન સાથેનું ભોજન જમી વૃદ્ધ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી. ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજનાં સર્વે બહેનો આ કાર્યમાં જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ […]

જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ

કોરોના વાયરસનાં કારણે ઉભા થયેલા સંકટનાં કારણે દરેક પ્રવૃત્તિઓ અને ઉજવણીઓમાં પણ ફેર બદલાવ જોવા મળ્યો છે. અનેક વિધ લોકો અને પરિવારો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરા પાડતા રહે છે.  જ્યોતિબેન મુકેશભાઈ ભટ્ટ નલીયા હાલે ભુજ તથા દિપ જયેશ છેડા કાંડાગરા હાલે ભુજ દ્વારા જન્મદિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ત્રણે ટાઈમનું ભોજન […]

૬૨ બાળાઓને નવા ડ્રેસ અર્પણ કરાયા

પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ, નવરાત્રી પ્રારંભે અને નજીક આવી રહેલ દિવાળી પર્વ પૂર્વે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ૬૨ બાળાઓને દાતાશ્રી રેખાબેન ગોરધનભાઈ હીરજી પટેલ પરિવાર માધાપર દ્વારા દરેક બાળાઓને આપવા આ નવા ડ્રેસ સંસ્થાનાં સંચાલકોને અર્પણ કરાયા હતા. બાળાઓએ ખુશી વ્યક્ત કરી હતી.  આ પ્રસંગે દાતા પરિવારનાં ગોરધનભાઈ પટેલ, રેખાબેન પટેલ, માનવજ્યોતના પ્રબોધ મુનવર, આનંદ […]

રીન્યુપાવર કાું. નાં કર્મચારીઓએ ૧૦૦૦ કિલો ચોખા સંસ્થાને આપ્યા

રીન્યુપાવર કાું. ના કર્મચારીઓ દ્વારા અધિક માસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીગણને વિચાર આવ્યો કે, દાન-પુનનાં આ પવિત્ર માસમાં લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય કરીએ.  રીન્યુ પાવર કાું. ના કર્મચારીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. ત્યાં રહેતા માનસિક દિવ્યાંગોની જરૂરિયાત જાણી સંસ્થાને ૧૦૦૦ કિલો ચોખાનાં ૪૦ બાચકા અર્પણ કર્યા […]

માનવજ્યોતને ૨૫ હજારનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી માધાપરનાં સ્વ. લાલજીભાઈ જેઠાભાઈ ગોરસિયા પરિવાર દ્વારા સંસ્થાને રૂા. પચીસ હજારનું અનુદાન અપાયું હતું. દાતાશ્રી પરિવારે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, લવભાઈ ઠક્કરે દાતા પરિવારનો આભાર માન્યો હતો.

માનવજ્યોતને ૩૦ હજારનું અનુદાન અપાયું

કોરોનાં સંકટમાં જરૂરતમંદ લોકોની મદદે આવનાર અને ગરીબ લોકોનાં ભૂંગા-ઝુંપડા સુધી પહોંચી જઈ “ભૂખ્યાને ભોજન,, પીરસતી માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઈ બળદીયાનાં શ્રી મેઘબાઈ ખીમજી વેકરીયા હસ્તે શાંતાબેન રવિલાલ વેકરીયા પરિવાર દ્વારા રૂા. ૩૦ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઈ મહેશ્વરી, સહદેવસિંહ જાડેજાએ દાતા પરિવારનો […]

વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઉજવાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણીએ સેવાશ્રમનાં દરેક માનસિક દિવ્યાંગોનું નિદાન કર્યું હતું.  દરેક માનસિક દિવ્યાંગ ક્રોધ, ભય, હતાશા, ચિંતા, માનસિક તણાવમાંથી મુક્ત બને એ માટે સમજપૂરી પાડવામાં આવેલ. તેમજ આરોગ્ય દિવસે દરેકની આરોગ્ય […]

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માનવજ્યોતને ૨૫ હજારનું અનુદાન અપાયું

શ્રી મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણીનગર દ્વારા હીનાબેન હરેશભાઈ લધા પરિવારનાં સહયોગથી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું.  પ.પૂ. વંદનીય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામિ પણ માનવજ્યોતની સેવા પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને સંસ્થાને તેમની પ્રેરણાથી અગાઉ પણ અનુદાન અપાયું હતું.  માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નરશીભાઈ પટેલે મણીનગર શ્રી સ્વામિનારાયણ […]

માનવજ્યોતને પ૧ હજારનું અનુદાન અપાયું

શ્રી અંજાર ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા પ.પૂ. જયાનંદમુનિ મ.સા. ની પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજને જીવદયાકાર્યો માટે રૂા. ૫૧ હજારનું અનુદાન અપાયું હતું. જયેન્દ્રભાઈ પારેખ, હિતેશભાઈ એમ. શાહ તથા સર્વે ટ્રસ્ટી ગણે માનવજ્યોતની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરીએ આભાર માન્યો હતો

માનવજ્યોતનાં માધ્યમથી ૯૪૭ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષ દરમ્યાન કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૯૪૭ માનસિક દિવ્યાંગોને સારી સારવાર આપી, સ્વસ્થ બનાવી તેનું ઘર શોધી આપી, પરિવારજનો સાથે ફેરમિલન કરાવવામાં સંસ્થાને સફળતા મળી છે. ડો. મહેશભાઇ ટીલવાણીએ દરેકને સારવાર આપી હતી.  છેલ્લા ૩ વર્ષથી સંસ્થાએ પાલારા-કચ્છ મધ્યે જેનું અહીં કોઈ સગું-સ્નેહી નથી તેવા […]