Monthly Archives: August 2020

પ.પૂ. પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીને શ્રદ્ધાંજલિ અપાઇ

સેવામૂર્તિ શ્રી પુરૂષોત્તમપ્રિયદદાસજી સ્વામી બ્રહ્મલીન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેઓશ્રીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. માનવસેવા, જીવદયા, ધાર્મિક અને શિક્ષક ક્ષેત્રે તેઓશ્રીએ કરેલ કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. તેઓશ્રીની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થાને અનેક વખત અનુદાન મળેલ હતું.સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, અરવિંદ ઠક્કરે અંજલિ આપી હતી.