અટલનગર-ચપરેડી ગામવાસીઓ દરરોજ ૩૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. લોકડાઉનમાં આ રસોઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચે છે. જેથી અનેક ભૂખ્યા લોકોનાં પેટનો ખાડો પૂરાય છે. અટલનગર-ચપરેડી સર્વે ગામવાસીઓ તથા અટલનગર યુવા સર્કલ તથા સર્વે ભાઇ-બહેનો સેવાયજ્ઞમાં જાડાયા છે. આ તૈયાર રસોઇ માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદરાયસોની, રફીક બાવા, દિપેશ ભાટિયા, નીરવ મોતા […]
Monthly Archives: May 2020
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટમાં જરૂરતમંદોને સાડી તથા વસ્ત્રો વિતરણ કરાયા હતા. આવા સમયમાં લોકોને આ કપડા બહુ ઉપયોગી બન્યા હતા. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદો સુધી સાડી, વસ્ત્રો પહોંચતા કરાયા હતા. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોનીએ સહકાર આપ્યો હતો.
જન્મદિને અને પુણ્યતિથિએભૂખ્યાજય નીલ ભટ્ટે પોતાનો જન્મદિવસ, કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવીને મનાવ્યો હતો. તૈયાર રસોઇ બનાવી માનવજ્યોતને આપતાં ભૂખ્યા સુધી ભોજન પહોંચ્યું હતું. હબાયનાં નંદકિશોરભાઇએ પોતાનાં પિતાશ્રી સ્વ. માવજી રાણા કેરાસિયાની પુણ્યતિથિ નિમિત્તે કોરોના મહામારી સંકટમાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧૦૦ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. તૈયાર રસોઇ બનાવી […]
કોરોના મહામારી સંકટમાં લોકોને ઉપયોગી થનાર અને ભુજ વિસ્તારમાં દરરોજ ૨૫૦૦ ભૂખ્યા લોકોને તેમનાં ઘર સુધી જઇ ભોજન કરાવનાર અને ૧૬ વર્ષથી ભુજ અને ભુજ વિસ્તારમાં માનવસેવા, જીવદયા તથા પર્યાવરણ લક્ષી અને વ્યસનમુક્ત અભિયાન જેવી પ્રવૃત્તિ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી ખુશ થઇ શ્રી ભગુભા જુવાનસિંહ વાઘેલા પરિવાર, અશોકસિંહ બી.વાઘેલા, પ્રદિપસિંહ બી. વાઘેલા તથા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લોકડાઉન દરમ્યાન દરરોજ ૨૫૦૦ થી વધુ જરૂરતમંદ લોકોને દરરોજ બપોરે તેમનાં ઝુંપડા-ભૂંગા મકાનો સુધી જઇ ભોજન પહોંચાડવામાં આવે છે. આ પ્રવૃત્તિથી અનેકોનાં પેટનો ખાડો પૂરાઇ રહ્યો છે. અને એક પછી એક ગામો, ટ્રસ્ટો, મહિલા મંડળો, યુવક મંડળો, મંદિર ટ્રસ્ટો આ સેવા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે. દરરોજ બપોરે ૨૫૦૦ ભૂખ્યા લોકોને […]
માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ સોસાયટીનાં રહેવાસીઓ છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૨૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. આ ગરમ રસોઇ અનેક જરૂરતમંદોનાં જઠારાગ્ન ઠારે છે. યોગેશ ગોસ્વામી તથા સર્વે કાર્યકરો અને બહેનો માનવસેવાનું આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. દરરોજ અનેકોનાં પેટન ખાડો પુરાઇ રહ્યો છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે આભાર વ્યક્ત […]
- 1
- 2






