Monthly Archives: March 2020

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્ત્રીઓનાં કાનૂની હકો વિશે વક્તવ્ય યોજાયું

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા “શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય’’ ભુજ મધ્યે સ્ત્રીઓના કાનૂની હકો વિશે વક્તવ્ય યોજાયું હતું. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનં સચિવ અને સિનિયર જજ તથા એડિશનલ ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલસાહેબ, એડવોકેટ શ્રી મલહારભાઇ બુચ, એડવોકેટ શ્રી અમિતભાઇ ઠક્કર, કન્યા વિદ્યાલયનાં ટ્રસ્ટી શ્રી મધુભાઇ સંઘવી, શાળાનાં પૂર્વ આચાર્યા […]

વિશ્વ મહિલા દિવસે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરાઇ મહિલાઓના અધિકાર વિશે માહિતી અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શ્રમ એરીયા દાદુપીર રોડ મધ્યે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરવાનો કાર્યક્રમ સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રારંભે શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલા દિવસ ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે મહિલાઓને […]

યુવાન અનોજ ૬ વર્ષે ઘરે પહોંચતા પરિવારમાં કરૂણ દ્રશ્યો સર્જાયાં

ઉત્તરપ્રદેશનાં લખનૌ જિલ્લાનાં ઇટાવા ગામનો યુવાન અનુજ ચંદ્રપ્રકાશ સકસેના ૬ વર્ષે ઘરે પહોંચતાં પરિવારજનોની લાંબા સમયની આતુરતાનો અંત આવતાં ખુશી સાથે હૃદય દ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. માનવજ્યોતને ખાવડા પોલીસે ડીસેમ્બર માસમાં સોંપેલ યુવન અનુજ ઉ.વ. ૨૧ સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યો છે. માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે […]

માતાએ બકરી વહેંચી, પુત્રને તેડવા ભુજ પહોંચી માતા-પુત્રના અનોખા પ્રેમનાં થયા દર્શન

મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લાનાં મુંડી ગામનો યુવાન મનોજ કવાજી વર્મા ઉ.વ. ૩૦ બે વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. ગરીબ પરિવારનાં પોતાનાં પુત્રને તેડવા આવેલી માતાએ જણાવ્યું હતું , પરિવારજનો બકરી ચરાવવાનો ધંધો કરીએ છીએ.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોતા બકરી વહેંચી અમારા સંતાનને તેડવા આવ્યા છીએ. ધોરણ-૪ પાસ આ ગુમ યુવાનને શોધવા માતાએ સતત બે […]

નલીયાથી મળેલો પશ્ચિમ બંગાળનો યુવાન ૨૦ વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેર મિલન

પશ્ચિમ બંગાળનાં બરનપુર (વર્ધમાન) જીલ્લાનો રહેવાસી ક્રિષ્નાંઘર શિવશંકર યાદવ ઉર્ફે મોહન ઉ.વ. ૩૬અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તે નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. પરિવારજનો વર્ષો સુધી ચિંતા સેવતા રહ્યા હતા. અને બેચેન બન્યા હતા. અનેક રાજ્યોમાં વર્ષો વિતાવનાર અને અનેક કષ્ટો સહન કરનાર તથા મુશ્કેલીઓ વેઠનાર ક્રિષ્નાંઘર ડીસેમ્બર-૨૦૧૯ માં રેલ્વે […]