૧૮ વર્ષિય યુવાનનું દોઢ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

પશ્ચિમ બંગાળનાં માલદા જિલ્લાનાં ભોજપુર ગામનો યુવાન મોતી અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ તેનાં ખબર નમળતાં પરિવારજનો નિરાશ થયા. હતા. આખરે તે રખડતો-ભટક્તો અને દિશા ભ્રમનાં કારણે ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચ્યો હતો. અને પગે ચાલી ખાવડા સુધી પહોંચ્યો હતો. ખાવડા પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ મોતી અનીશુ શેખ ઉ.વ. ૧૮ રહેવાસી પશ્ચિમ બંગાળ બતાવ્યું હતું. તેની પાસેથી કોઇ વાંધાજનક વસ્તુ કે વિગત નમળતા ખાવડા પોલીસે તેને તા. ૧૨-૯-૨૦૧૯ ના માનવજ્યોત સંસ્થા ભુજને સોંપ્યો હતો. સંસ્થાએ તેને ઘર સુધી પહોંચાડવાનાં પ્રયત્નો શરૂ કર્યા હતા. શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતની સંસ્થાએ તેને તેનાં ઘર સુધી પહોંચાડતા પરિવારમાં ખુશી છવાઇ હતી. પરિવારનો એક એક સભ્ય તેને ભેટી પડતાં રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. પરિવારની દરેક વ્યÂક્તઓનાં આંખમાં આંસુનાં પૂર વહ્યાં હતા. પરિવારજનોએ અત્યંત ખુશી વ્યક્ત કરી માનવજ્યોત તથા શ્રદ્ધા ફાઉન્ડેશન સંસ્થાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આખરે મોતી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. માવતાનાં આ કાર્યમાં ખાવડા પોલીસ સ્ટેશન, પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, વાલજી કોલી, મહેશભાઇ ઠક્કર સહયોગી બન્યા હતા.