માનવજ્યોત દ્વારા 1500 પરિવારોને મીઠાઇ પેકેટો અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભૂંગા-ઝુંપડા-કાચામકાનોમાં રહેતા તેમજ જરુરિયાતમંદ પરિવારો સુધી પહોંચી જઇ 1500 જેટલા પરિવારોને અડધો કીલોનાં મીઠાઇનાં પેકેટો તથા ફરસાણના પેકેટો અર્પણ કરાતાં આવા પરિવારો પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. અને દાતાશ્રીઓને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.

હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ, રાણભાઇ રવાભાઇ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર – ધાણેટી દ્વારા 250 શુદ્ધ દેશી ઘી મીઠાઇનાં પેકેટો તથા 250 ફરસાણનાં પેકેટો, ઉમીયા એગ્રો સેન્ટર-ભુજ દ્વારા 350 પેકેટો, નાશા એકસપોર્ટ કેમીકલ્સ-રાજકોટ દ્વારા 60 પેકેટ, અન્ય વિવિધ દાતાશ્રી દ્વારા 92 પેકેટ, દેવ્યાનીબેન સુરેશભાઇ દવે-માધાપર દ્વારા 150 પેકેટો, રમેશચંદ્ર નાનજી શાહ-મુન્દ્રા-દ્વારા 150 પેકેટો, સવરાજ લખમણ ગઢવી ભુજપુર -દ્વારા 200 પેકેટો, જય જિનેન્દ્ર પરિવાર-ભુજ દ્વારા 250 પેકેટો માનવજ્યોતને મળેલ. આ દરેક પેકેટો ભુજ અને ભુજ વિસ્તારમાં વિતરણ કરવામાં આવેલ.

જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા વિઠ્ઠલભાઇ ડાંગર, પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી,પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, શંભુભાઇ જોષી, નરશીંભાઇ પટેલે સંભાળી હતી.

કોઠારા ગામે ભૂંગાઓમાં રહેતા 100 પરિવારોને મીઠાઇ પેકેટો વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા કાન્તીભાઇ પોમલ, ચંદુભાઇ મૈશેરી, દામજીભાઇ ચૌહાણે સંભાળી હતી. ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી દિવાળી પર્વની ઉજવણીમાં જોડાયા હતા.