કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદિક શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી નવનિર્માણ સોસાયટી, સરદારનગર, હંગામી આવાસ ભુજ મધ્યે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આયુર્વેદ ડો. પિયુષભાઇ ત્રિવેદી તથા હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી દર્દીઓનાં દર્દનું નિદાન કર્યું હતું. આ કેમ્પનો ૧૨૫ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ સ્થળે દર્દીઓને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, કરશનભાઇ ભાનુશાલી, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, ઇલાબેન વૈષ્ણવની ઉપસ્થિતિમાં આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ.
કરશનભાઇ ભાનુશાલી, પ્રવિણસિંહ ગરેવાલ, પ્રવિણ જોગી, ધીરજ સુથાર, નંદુ જોગી, અશોક જોગી, જીતુ મારવાડા, નિલેશ જોગી, જીતુ વાઘેલા, વાઘજીભાઇ, જગદીશભાઇ ભાનુશાલી, વિજયાબા જાડેજા, ભારતીબેન ઠક્કર તથા કાર્યકરોએ સેવાઓ આપી હતી.

